ભાગ - 9 આગળના ભાગમાં આપણે જાણ્યુંકે, મોલમાંથી રાજ, પ્રિયા પર અતિશય ગુસ્સો કરીને નીકળી ગયો છે. મોલમાંથી નીકળી, બાઈક લઈને પોતાના ઘરે જઈ રહેલ રાજ, આજે મોલમાં બનેલ બનાવ વીષે ખૂબજ ચિંતિત થતો, પોતાના બાઈક પર ઘરે જઈ રહ્યો છે. એને ચિંતા એ વાતની છે કે, નથી ને પ્રિયા, હું કોલેજ કે ક્લાસીસમાં નથી જતો, અને રોજ સવારે કોલેજને બહાને હું પેપર નાખવા જાઉં છું, ને સાંજે ક્લાસીસને બહાને હું મોલમાં કામ કરું છું, એ વાત, જો પ્રિયા મારી બહેન આરતીને કરી દેશે, કે પછી કોઈ પણ રીતે આની જાણ મારા ઘરે કરી દેશે તો ?આ હકીકત જાણી, પપ્પાને ખૂબ જ દુઃખ થશે. બસ એની