અજીબ કહાની પ્રિયાની......15

(26)
  • 3.5k
  • 2
  • 1.7k

સુશીલનાં ઓફિસ ગયાં પછી એનાં મમ્મી પાછાં અંદર ભગવાનની રૂમમાં ગયાં. પ્રિયા અંદર કિચનમાં રંજનબેનને રસોઈમાં મદદ કરાવવા માટે ગઈ. "તમે રહેવા દો..., વહુરાણી....,હું કરી લઈશ...""થોડુંક કંઈ બનાવી લઉં. બેઠાં - બેઠાં આમ પણ કંટાળો આવે છે. મને તો આમ પણ રસોઈ બનાવવી ખૂબ જ ગમે છે." પ્રિયા હસીને બોલી.રંજનબેન પ્રિયાને મદદ કરવા લાગી ને પ્રિયા રસોઈ બનાવવા લાગી.ઘરનાં બીજાં કામ કરવાં માટે બીજી બે બાઈઓ આવતી હતી. જે આવી ગઈ હતી ને પોત - પોતાનું કામ કરી રહી હતી. પ્રિયા રસોઈ બનાવી બહાર હૉલમાં આવી. હૉલમાં એનાં સાસુ બાજુનાં ઘરમાં રહેતાં પાડોશણ જોડે વાતો કરતાં બેઠાં હતાં. પ્રિયા થોડીવાર એ લોકો