વેધ ભરમ - 34

(189)
  • 9.3k
  • 4
  • 5.4k

રિષભ તેના ભૂતકાળના વિચાર કરતો સૂતો હતો. તે અત્યારે ગૌતમ અને મિત્તલના વિચાર કરતો હતો આ ગૌતમ અને મિત્તલ બંને તેના મિત્રો હતા. ગૌતમ અને રિષભ તો જિગરી દોસ્તો હતા. મિત્તલ રિષભની જુનિયર હતી. મિત્તલ ગૌતમ અને રિષભ કરતા એક વર્ષ પાછળ હતી પણ મિત્તલ અને રિષભ વંથલી રોડ પર આવેલ મધુરમ સોસાયટીમાં રહેતા હતા એટલે એકબીજાને ઓળખતા હતા. જ્યારે મિત્તલે કૉલેજમાં એડમિશન લીધુ ત્યારે તેણે રિષભ પાસેથી બધીજ બુક્સ અને નોટ્સ લઇ લીધેલી. ત્યારબાદ તે બંને કૉલેજમાં પણ ઘણીવાર મળતા. એક વર્ષમાં તો રિષભ અને મિત્તલની મિત્રતા ગાઢ થઇ ગઇ હતી. ગૌતમ પણ મિત્તલ સાથે વાતો કરતો પણ તે