ભાગ 5 દિવસ 9 એર્નાકુલમ અને કોચીન છે તો બે અલગ શહેર, વચ્ચેથી સમુદ્રની ખાડી તેને જુદાં પાડે છે. ઉતારતાં જ ફરી શિયાળુ ચોમાસાનો જોરદાર વરસાદ અને લાઈટ નહીં. પ્લેટફોર્મ પર જ અંધારું. એમ જ બહાર નીકળી અંધારે જ જે સામે એક ત્રણ માળની હોટેલ દેખાઈ કે કોઈએ બતાવી ત્યાં પહોંચી ઠીકઠાક પણ મચ્છરો વાળી રૂમ લીધી. એ વખતે મેક માય ટ્રીપ કે ત્રિવાગો જેવું અગાઉથી હોટેલ બુક કરી શકાય તેવું નહોતું. નજીકનાં લંચ હોમમાં ત્યાંનાં સરગવા દૂધી જેવી અજાણી ચીજોનાં કોપરેલમાં બનાવેલ શાક, એમની 'મેંદા જેવી સફેદ રોટલી અને પાયસમ, રસમ, સાંબાર અને એવી કેરાલી થાળી જમ્યાં. જલ્દી સવાર