કેરાલા પ્રવાસ 1997 - ભાગ 4

  • 4.4k
  • 1.6k

ભાગ 4 દિવસ 6 બહાર નીકળી સ્ટેશન સામે જ હોટેલ ચિત્રા ગયા જે કેરાલા ટુરિઝમની છે. ત્યારે એક રાત્રીના હોટેલમાં સામાન્ય રીતે 400 કે 500 રહેતા તે અહીં 1500! સુંદર રિસેપ્શન જોઈ, નજીક ફૂલી ફાલી ગયેલા ટુરિસ્ટ હોમ પૈકી એક, એક રાતના 450 માં સિલેક્ટ કર્યું. બપોરે જ વિખ્યાત કોવાલમ બીચ જોવા ગયા. લોકલ બસો પણ પૂરતી જાય છે અને શેરિંગ રિક્ષાઓ પણ. માત્ર 15 કિલોમીટર સ્ટેશનથી છે. તે દિવસે રવીવાર હોઈ લોકલ લોકો કપલ, બાળકો સાથે પીકનીક મનાવવા સ્કુટરો લઈ આવેલા. બીચ પર નજીકમાં સ્પા અને તેલ માલીશ, શિરોધારા અનિવી આયુર્વેદિક હાટડીઓ પુષ્કળ હતી. સસ્તામાં સસ્તો આવો સ્પા 1997માં