ભાગ 3 દિવસ 3 રસ્તે પઝામુધીર અને કુડડલ અલાગાર મંદિર આવ્યાં. પઝામુધીર મંદિર સૂર્ય નંદિર છે તે ઊંચી ટેકરી પર છે. એક સ્ટેશન પર ટેકરી ઉપરનું મંદિર આવતાં સહુ પ્રવાસીઓએ નમન કર્યાં અને છાતી, મસ્તકે હાથ લગાવ્યા. સહ પ્રવાસી સમજાવી શક્યા નહીં કે તે કયા દેવનું મંદિર હતું. કદાચ કોઈ માતાજીનું. અત્યારે ગૂગલ કરતાં પણ નામ ન મળ્યું તેથી એ કયું સ્થળ હતું તે કહી શકતો નથી. સાંજે પાંચ આસપાસ મદુરાઈ આવ્યું. ઉતરતાં રિક્ષાવાળાઓ ઘેરી વળ્યા. એમને મેં તામિલનાડુ ટુરિઝમની હોટેલ લઈ જવા કહ્યું તો તેઓ જાણતા નથી એમ કહેવા લાગ્યા અને પોતાની હોટલે લઈ જવા કહેવા લાગ્યા. હું રસ્તો