કેરાલા પ્રવાસ 1997 - ભાગ 2

  • 4.3k
  • 1.5k

ભાગ 2 દિવસ 2 એ વખતે બ્રન્ચ ને એવી પ્રથા ન હતી. હોટેલમાં રેસ્ટોરાંમાં કોફી મંગાવી તેઓ નજીકથી ઈડલી અને બીજો નાસ્તો લઈ આવ્યા. તેમનું જમવાનું મોડું શરૂ થતું હતું. અમે હું લોનલી પ્લેનેટ બુક અને જ્યાં ત્યાંથી વિગતો લઈ આવેલો એ મુજબ પહેલાં સુશીન્દ્રમ અને વિવેકાનંદ પુરમ જવા નીકળ્યાં. એ જ નાગરકોવિલ ને રસ્તે. કન્યાકુમારી ગામના બસસ્ટેન્ડથી. સુશીન્દ્રમ ખાતે હનુમાનજીનું મોટું મંદિર છે. ખૂબ ઊંચી મૂર્તિ છે. લોકવાયકા છે કે હનુમાનજી દર વર્ષે એકાદ ઇંચ જેવું વધતા જાય છે ને ક્યારેક આકાશને એમનો મુગટ અડકશે! મૂર્તિ ભવ્ય અને ઊંચી હતી. મંદિર આસપાસ અન્ય દેવી દેવતાઓની દક્ષિણી શૈલીની મૂર્તિઓ હતી.