કેરાલા પ્રવાસ 1997હું મારા 24 વર્ષ પહેલાંના પ્રવાસની વાત કરીશ. સ્થળો એ નાં એ છે પણ વાતાવરણ અને અમુક ઐતિહાસિક વાતો આજે બદલાઈ ગઈ છે.એ વખતે કોંકણ રેલવે ન હતી. એ 2000 થી થઈ. કેરાલા જવા એર્નાકુલમ કોચીનની ટ્રેઇન બેંગ્લોર થઈને જતી. કોમ્પ્યુટરાઈઝડ રિઝર્વેશન ચાલુ થઈ ગયેલાં પણ લાઈનો ખૂબ લાંબી. અને દક્ષિણની ટ્રેઇનો માટે તો લોકો રાતથી કાલુપુર સ્ટેશનની ફૂટપાથે લાઈનમાં સુવે. ગાંધીગ્રામમાં એજન્ટો અને બ્લેકમેઈલિયાઓનું ઓછું ચાલતું એટલે ત્યાં સવારે સાડા છ વાગે લાઈનમાં ઉભી નાગરકોઈલ એક્સપ્રેસ માટે બુકીંગ કરાવ્યું. એ વખતે જેમ ક્યારેક જિંગલ હતું કે 'ઠંડા મતલબ કોકાકોલા' તેમ એલટીસી મતલબ જીરાવાલા કે પછી થયેલી નવભારત ટ્રાવેલ્સ.