તમે અને પ્રકૃતિ

  • 4.2k
  • 1
  • 1.3k

સમી સાંજે બાલ્કનીમાં ખુરશી પર બેસી ટેબલ પર સીધા પગ રાખી હાથમાં કોફીનો મગ પકડી બહાર ઉડી રહેલા પંખી જે પોતાના માળા માં પરત ફરી રહ્યા હતા તેને નિહાળી રહી હતી. જાણે હમણાં જ સૂરજ આથમસે અને ઘરે નહીં પહોંચી શકવાની જે ચિંતા હોય એ ચિંતા થી પક્ષીઓ માળા તરફ ઉડી રહ્યા હતા. ખબર નહીં કોઈ પક્ષી આજે અપેક્ષા કરતા વધારે હરખ થી દિવસ પસાર થયો એ ખુશી માં કિલકીલાટ કરતા પાછા ફરી રહ્યા છે. તો કોઈ અપેક્ષા ભંગ ના દુઃખ માં એકલા નિરાશ ફરી રહ્યા હતા. કોઈ હજુ પણ તાર, વૃક્ષ પર બેસી આથમી રહેલા સૂરજને નિહાળી રહ્યા હતા