બાળપણ નાં લગ્ન - 1

(11)
  • 3.6k
  • 1.1k

શું કરે છે મોક્ષા ? જલ્દી આવને બેટા .... આવી મમ્મી થોડી જ વારમાં કામ પતાવી આવું જ છું કબાટ સાફ કરતા કરતા મોક્ષા ના હાથમાં થોડાક બાળપણ ના ફોટા આવ્યા અને સરી પડી ભૂતકાળ ની યાદ માં અચાનક થયેલી એ સગાઇ અને બે મહિના પછી તો લગ્ન ,ખુબ જ અજુગતું અને આશ્ચર્ય ચકિત પણ ,મોક્ષા ને તો લગ્ન ખુબ જ ગમતા હજી તો બાળપણ જ હતું એટલે ઢીંગલી ના લગ્ન કરવાનો પણ બહુ શોખ અને આજે તો પોતાના લગ્ન હતા ,હાસ્તો હજી તો મોક્ષા ની ઉમર સાડા નવ વર્ષ ની જ હતી પણ સમાજ ના કુરિવાજો માં સપડાઈ ગઈ