પતિ પત્ની અને પ્રેત - ૧૫

(92)
  • 6.6k
  • 1
  • 3.2k

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૧૫ચિલ્વા ભગતે મંગળસૂત્રને સાચવવાનું કહ્યું એટલે રેતાનો હાથ ગળામાં લટકતા મંગળસૂત્ર પર પહોંચી ગયો હતો. મંગળસૂત્ર કોઇ ઝૂંટવી લેવાનું હોય એમ તેણે જમણા હાથે એને છાતી પર દાબી દીધું હતું. ચિલ્વા ભગતે મને નહીં અને મારા મંગળસૂત્રને સાચવવાની વાત કેમ કરી? એવા અનેક પ્રશ્ન રેતાને થઇ રહ્યા હતા. રેતાને એટલું સમજાઇ રહ્યું હતું કે તેમની પાસે વિરેન અંગે નક્કી કંઇક તો માહિતી છે. એ વાતની એમને કેવી રીતે ખબર પડી કે હું એમની પાસે જવાની છું. મને તો જામગીરકાકા લઇને આવ્યા છે. જો જામગીરકાકા અમને મળ્યા ના હોત તો કદાચ શીવલાલને ખોટો ગણીને પરત