વણ કેહાવાયેલી વાતું - ૫

  • 3.1k
  • 1
  • 1.3k

હું બધાને એક સાથે મળી હતી આજે તેને છ મહિના થઈ ગયા. અમારા બધાની ઉંમર લગભગ સરખી જ હતી. વધીને મહિનાનો ફરક હશે. હા, અબ્દુલ જરૂર મોટો હતો. તે અમારા કરતા ચાર વર્ષ મોટો હતો. પણ અમે તે મોટો છે તો એની વાત માનશું એવું ક્યારેય કર્યું જ નહી. અને તેણે ક્યારેય હક પણ જતાવ્યો નહી. છ મહિના માં ત્રણ ઘટના ખૂબ મોટી બની ગઈ. જેમાં સૌથી પેલી ઘટના ત્યારે બની જયારે મેં અબ્દુલ ને મર્ડર કરવાનું કહ્યું. અને તેણે મારી વાત માની ને કાઈ પણ પૂછ્યા વગર જેનું કહ્યું તે લોકોને મારી નાખ્યા.