ધૂપ-છાઁવ - 3

(37)
  • 7.7k
  • 2
  • 5.7k

" ધૂપ-છાઁવ " પ્રકરણ-3 ભરયુવાનીના કપરા પચ્ચીસ વર્ષ એકલા ગાળ્યા... નાના બાળકોને રડતાં મૂકીને ચાલ્યા ગયેલા નિષ્ઠુર પતિને માફી આપવા માટે લક્ષ્મીબાનું મન જરાપણ તૈયાર ન હતું.પોતાના જીવનમાં જ્યારે તેમની જરૂર હતી,ભરયુવાનીમાં લોકો અને આ સમાજ જ્યારે પોતાની સામે ખરાબ દ્રષ્ટિથી જોતા હતા, પોતે અને પોતાના બાળકો ભૂખ-તરસથી વલખાં મારતા હતા ત્યારે તેમને બધાંને રડતાં-ટળવળતાં મૂકીને ચાલ્યા જતાં તેમને જરાપણ શરમ કે દયા માત્ર ન હતા અને હવે આટલા વર્ષોના વહાણા વાયા પછી અચાનક અમારી યાદ આવી ગઈ...?? જેવા અનેક સવાલો લક્ષ્મીબાના મનને અકળાવી રહ્યા હતા. એક સમયના શેરબજારના કિંગ ગણાતા વિજય મહેતાએ એકાએક દેવુ થઈ જતાં, ડરપોક લુચ્ચા શિયાળની