પ્રેમકહાની સને 2100 ની :- ચાહતથી જુનુન સુધી - 3

(17)
  • 4k
  • 1
  • 1.4k

શિવિકાની વાત માનીને વૈભવ પેહલા બ્રેકફાસ્ટ કરવા માટે માની જાય છે. એક તરફ વૈભવ પોતાનો બ્રેકફાસ્ટ કરતો હતો અને બીજી તરફ શિવિકા વૈભવના રીપોર્ટને જૂના રીપોર્ટ સાથે સરખાવી રહી હતી અને આ બધી પ્રોસેસ વૈભવને દેખાય એટલા માટે શિવિકાએ એક હોલોગ્રાફિક સ્ક્રીન (હોલિવુડના મુવી IRON MAN માં ટોની સ્ટાર્ક યુઝ કરે તેવી) ડાઇનિંગ ટેબલ પર ચાલુ કરી. વૈભવની નજર જેવી ટેબલ પર પ્રકાશિત થતી સ્ક્રીન પર પડી, તરત જ તે બોલી ઉઠ્યો. "Good job My everything. તારી બ્રેકફાસ્ટ કરવાની વાત માની એટલે મારું કામ કરતા કરતા મને બતાવી પણ રહી છે." "Thank you