દેશ ભક્તિ

  • 7.8k
  • 1
  • 3.9k

મુળજીનું એકવડિયું શરીર. વાને થોડો ભીનો વાન. દેખાવે સાધારણ. મજૂરી કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરે. જેની પણ વાડીએ ખેત મજૂરી કરવા જાય ત્યાં મન દઈને કામ કરવાનું. કામચોરી તેને આવડે જ નહીં. પરંતુ તેનો એક નિયમ. જ્યાં મજૂરીએ ગયો હોય ત્યાં સાંજે ખેતરના શેઢે જ રોકડી મજૂરી લઈ ઘરે આવવાનો. વળતા ગામમાં દુકાનેથી તેલ, ચા, ખાંડ, બટેટા,ડુંગળી, મસાલા,રોજે રોજનું કરિયાણું રોકડે લઈ ને આવવાનું.સાથે પાંચ રૂપિયાના ભાગનું પેકિંગ પણ તેનાં લાડકા છોકરાં માટે રોજ લાવવાનું.જેની રાહ જોઈને તે શેરીના નાકે જ ઉભો હોય. રોજનું લાવીને રોજ ખાવા વાળો પરિવાર.સાંજે મુળજી તેનાં ઘરેથી,તેનો