કિલ્લાના અંધારિયા બંધ ભોંયરામાં. ********************** "હિર્યાત તું જા અને સરદાર તથા આપણા સૈનિકોને અહીંયા બોલાવી આવ.' આર્ટુબે હિર્યાતને કહ્યું. "હું જાઉં છું. પણ હું સરદારને અહીંયા લઈને આવું નહિ તમે ત્યાં સુધી તમે આ ભોંયરાની અંદર ના જતાં.' હિર્યાત પોતાના ખચ્ચર ઉપર બેસીને રેમન્ડો તથા આર્ટુબ તરફ જોતાં બોલ્યો. "હા અમે અંદર નહિ જઈએ પરંતુ તું જલ્દી જા. વિલંબ ના કરતો બધાને લઈને જલ્દી આવજે.' આર્ટુબ ખચ્ચર ઉપર બેઠેલા હિર્યાત તરફ જોતાં બોલ્યો. આર્ટુબ આટલું બોલ્યો ત્યાં તો હિર્યાતે પોતાના ખચ્ચરને એડી મારી અને કિલ્લાની ડાબી બાજુએ ખચ્ચર દોડાવી મૂક્યું. થોડીવારમાં તો હિર્યાત અને એનું ખચ્ચર કિલ્લાની ડાબી બાજુએ