સુંદરી - પ્રકરણ ૬૫

(111)
  • 4.8k
  • 5
  • 2.7k

પાસઠ “ક્યાં જાય છે સવાર સવારમાં?” પોતાના ઘરના ઝાંપા પાસે ઉભા ઉભા જ કૃણાલે પૂછ્યું. “સવારના પહોરમાં મને પાછળથી ક્યાંકારો ન કર તો તને આખો દિવસ ચેન ન પડે કેમ?” વરુણે વડચકું ભર્યું. “અરે આ તો રિડિંગ વેકેશન પડી ગયું એટલે પૂછ્યું. અને તારી કોલેજ આમ પણ આટલી વહેલી ક્યાં હોય છે.” કૃણાલે જવાબ આપ્યો. “રિડિંગ વેકેશન પડી ગયું પણ પ્રેક્ટીસ નહીં કરવાની? રણજી સિઝન તો પતી ગઈ પણ હવે આઈપીએલની તૈયારી તો કરવાની કે નહીં?” વરુણે કૃણાલને યાદ દેવડાવ્યું. “અરે હા.. એ તો હું ભૂલી ગયો. પણ રણજીમાં તો તું એક પણ મેચ નથી રમ્યો તો તને આઈપીએલ