જોત - જોતામાં ખૂબ જ ધામધૂમથી ઘણાં બધાં મહેમાનોની હાજરીમાં પ્રિયા અને સુશીલનાં લગ્ન સપન્ન થયાં. ચાર - પાંચ દિવસનાં કાર્યક્રમમાં સંગીત, મહેંદી, હલ્દી, ફેરા, રીસેપ્શન જેવાં વિવિધ ફંક્શન્સ રાખવામાં આવ્યાં હતાં. લગ્ન પછી સુશીલ અને પ્રિયા યુરોપ હનીમૂન માટે પણ જઈ આવ્યાં. હનીમૂનથી આવ્યાં પછી હવે એ લોકોનું અસલ લગ્નજીવન શરૂ થયું. સાસરે પહેલો દિવસ હોવાથી પ્રિયા સવારે વહેલી ઉઠી ગઈ. નાહી - ધોઈ લીધું. પછી ભગવાનનાં મંદિરની રૂમ હતી ત્યાં દર્શન કરવા ગઈ ને પછી કિચનમાં ગઈ. પોતાનાં માટે ચા કરી. ચા પીધી. પ્રિયાને છાપું વાંચવાની આદત એટલે ચા પીધાં પછી થોડીવાર છાપું વાંચવા બેઠી. ઘરમાં હજી સુધી બીજું