વા વાયા ને નળીયું ખસ્યું..2000 ના જાન્યુઆરીની વાત છે. આજે કોઈ માને નહીં. પણ આ વાંચતી ઘણી ખરી પેઢીએ નજરે જોયું હશે.લોકો પબ્લિક સેક્ટર બેંકને ભરપેટ ગાળો આપતા. સર્વિસનાં ઠેકાણાં નથી, ખૂબ ગિરદી રહે છે ને એવું. પ્રાઇવેટ બેંકો 1998 - 99 પછી ઓચિંતી વિકાસ પામવા માંડી અને એ વખતે નવી નવી કમાતી થયેલી પેઢીને ચકાચક બ્રાન્ચ પ્રીમાઇસીસ જોઈએ, સ્મિત કરતો સ્ટાફ (અમે બધા જ કોઈ તોછડા નહોતા. પણ કાઉન્ટર પર બેઠેલા ગ્રે હેર કાકાની જગ્યાએ મિત્ર ગણપત પટેલના શબ્દોમાં 'બાફેલી બટાકી' બેઠી હોય અને ખાસ રિહર્સલ કરાવેલું સ્મિત આપી 'વ્હોટ કેન આઈ ડુ સર' લળીને પૂછતી હોય (પછી તો