શ્રાપિત ખજાનો - 32

(68)
  • 6.5k
  • 4
  • 3.2k

પ્રકરણ - 32 "આખરે આ ભયાનક જીવો છે શું?" રાજીવે ગુસ્સેથી કહ્યું, "અને અહીં આવ્યા ક્યાંથી?" ધનંજયે કહ્યું, "મને પણ કંઇ સમજાતું નથી. આ શહેરમાં કોઇ ભયાનક ઘટના ઘટી હોય એવું લાગે છે." "એ જે હોય તે.." વનિતાએ કહ્યું, "આપણે અહીંથી બહાર નીકળી જવું જોઇએ. અહીંયા ખૂબ જ ખતરો છે." "નહીં..." મોટા અવાજે ધનંજયે કહ્યું, "હું સંબલગઢનું રહસ્ય જાણ્યા વગર અહીંથી નથી જવાનો. અને એનો મતલબ કે તમે બંને પણ મને છોડીને નહીં જાઓ." પોતાની ગન વનિતા અને રાજીવ તરફ કરતાં એણે ઉમેર્યું, "સમજી ગયાં