આંશીની ખુશી આજે ચરમસીમાએ હતી કારણ કે તેને બેસ્ટ ભરતકામ માટે એવોર્ડ મળવાનો હતો આજે ઘણાં વર્ષો પછી તેની ઈચ્છા પૂરી થવાની હતી. સમાચાર પત્રના પહેલા પાના પર તેનું નામ અને તેના કરેલા હેન્ડવર્કનો ફોટો હતો તેથી તે અને તેનો પતિ વિવેક આજે ખૂબજ ખુશ હતા. તેને આ સ્ટેજ ઉપર પહોંચાડવા માટે વિવેક હંમેશા મદદગાર રહ્યો હતો. તે જ તો તેના અનન્ય સાચા પ્રેમની સાબિતી હતી. એનું વાતે વાતે " હું છું ને! " આંશીની સાચી ઔષધિ બની રહી હતી. આંશીને પોતાના ભાગ્ય પર વિશ્વાસ જ ન આવતો. વિવેક જેવો જીવનસાથી ભાગ્યશાળીના જ પ્રારબ્ધમાં હોય...!! એક નાનકડા ગામના ખુણેથી આવી