ઓલ ઈઝ વેલ - ૫

  • 4.1k
  • 1.6k

છોડો કલ કી બાતેં‘‘અને હવે મેષ રાશિના જાતકો માટેનું રાશિફળ...’’ ગુજરાતી ચેનલ પર નિષ્ણાંત જયોતિષશાસ્ત્રી અરૂંધતી ઉપાધ્યાયનો અવાજ કમરાની દિવાલ ઓળંગીને, પલંગ પર સૂતેલા, પાંસઠ વર્ષની ઉંમરના બિમાર વૃધ્ધા અમરતકાકીના કાનમાં પ્રવેશ્યો, અને ન ઇચ્છવા છતાં, એક પ્રકારની ઉત્કંઠા સાથે, મન, બુધ્ધિ સહેજ સતેજ થયા. આગળના શબ્દો કાને પડયા ‘‘જે જાતકના નામ અ, લ કે ઈ અક્ષરથી શરૂ થતાં હોય તેવા જાતકો માટે તારીખ ૧૫મી જાન્યુઆરી ૨૦૧૦થી તારીખ ૩૧મી જાન્યુઆરી ૨૦૧૦ સુધીના પંદર દિવસો ખૂબ જ આકરા, તન, મન અને ધનની બાબતમાં પાયમાલી સર્જે તેવા જાય એવી ગોઠવણ ગ્રહોની દેખાઈ રહી છે. ભાગ્યનો સાથ મળે એવી કોઈ સંભાવના દેખાતી નથી. ન્યાયના