અત્યારે શિયાળા ની ઋતુ ચાલે છે અને ઠંડી નો માર પણ એટલો છે કે મસમોટુ દેખાતું સફેદ રીંછ પણ સંકોડાય ને સસલા માફક ગુફા માં રેવું પસંદ કરે છે .શિયાળા ની સવાર ની વાત કરું તો હમણાં બને છે કઈક એવું કે સદીઓ થી બાંધિં ને રાખેલી મારી એ વહેલા ઉઠવાની નીતિ હવે બદલાય ગઈ એમ લાગે છે .ખુદ સવારે સાત વાગે ઊઠીને દોસ્તો ને મફત માં વેલા ઉઠવાની સલાહ આપવાની મઝા કઈક અલગ સ્વાદ લાવે છે .બીજા બધા ને છુટા છેડા આપીને મે હમણાં ગોદડા સાથે પાક્કી દોસ્તી કરી લીધી છે ટુંક સમય માટે. માંડ માંડ આર્ધનિદ્ર માં