અ(ભાગીયો)

(11)
  • 3.3k
  • 956

*અ(ભાગીયો)* "ઉઠ હેડ લે ઉભો થા, કૂકડો ચાણનો ય બોલ્યો, આજનો દન મજૂરી જી આયીએ, પસી આ હપૂરવાઓમાં કોઈ બોલાવહે ની." રેખા દીકરા વિક્રમને જગાડતા બોલી. વિક્રમ ફટાફટ જાગી ગયો, એને પણ ખબર હતી દિવાળીના દિવસો માથે હતા, આજે અગિયારસ તો થઈ, કાલે બારશે બાર જઈને નવા કપડાં ને મીઠાઈને એવુંબધું ખરીદવાનું હતું, અને ઘરમાં દિવાળી થાય એટલા રૂપિયા હતા નહીં. કૈલી અને માયા બેય બૂનો રોડ બનતો એણા કોન્ટ્રાક્ટમાં હતી તે કાલે જ છૂટી થઈતી એમને હજાર હજાર રૂપિયા કોન્ટ્રાક્ટરે દિવાળી કરવા ઉપાડ આપ્યો હતો, આ ત્રણે ભાઈ બહેને એમના બાપ રણછોડને ચાર