"રાખી રાખીને ઇતિહાસ રાખ્યો!બીજા વિષય શું મરી પરવાર્યા તે યુદ્ધ લડવાનો વિષય રાખ્યો?" મેં એમની દીકરી સાથે પ્રેમ લગ્ન કરવાની ધમકી આપી હોય,તેમની પત્નીનું અપહરણ કરવાની ધમકી આપી હોય એવી રીતે કોલેજના પહેલા દિવસે મળેલા એક મુખ્ય વિષય અંગ્રેજી વાળા સિનિયર મિત્રે મને આ પ્રકારનું વિધાન સંભળાવ્યું. માણસના જીવનમાં અભ્યાસ ખૂબ જ મહત્વ ધરાવે છે જે આપ સૌ જાણો છો પછી ભલે તમે ભણેલા હો કે અભણ! યમરાજને જ્યારે યમપુરી નું પ્રધાનપદ છોડવાનું મન થયું હશે,શંકર ભગવાનને ભાગ ને બદલે વિસકી પીવાનું મન થયું હશે, જગતના સરમુખત્યારોને જ્યારે વિશ્વયુદ્ધનો વિચાર પ્રસ્ફુટ્યો હશે ત્યારે એ ક્ષણે મારી સાહિત્ય અને ઇતિહાસ