સુંદરી - પ્રકરણ ૬૩

(113)
  • 5k
  • 6
  • 2.7k

ત્રેસઠ “હલ્લો?” સોનલબાએ કૉલ રીસીવ કરતાં જ સુંદરી બોલી પડી. “હા મેડમ, કેમ છો?” સોનલબાએ પૂરતાં ઉમળકાથી જવાબ આપ્યો. “હું મજામાં છું સોનલ, તું કેમ છે?” સુંદરીએ પણ ઔપચારિકતા પૂરી કરી, પણ તેનું હ્રદય તો હજી પણ જોરથી ધબકી રહ્યું હતું. તે દિવસે વરુણ બાબતે સોનલબા સાથે તેણે રૂક્ષતાથી વર્તન કર્યું હતું તે સુંદરીને સતત ડંખી રહ્યું હતું, અને હવે તેને સોનલબાની એવી જરૂર પડી હતી કે તેમના સિવાય બીજો કોઈ રસ્તો પણ ન હતો. આથી સુંદરીને સોનલબા કદાચ તેને પોતાની તકલીફ સરળ કરવામાં મદદ નહીં કરે અને એ પણ તેને રુક્ષતાથી ના પાડી દે તેવી મનના ઊંડાણમાં તેને