ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-51

(136)
  • 6.3k
  • 8
  • 3.5k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-51 નીલાંગને 50k ની બાંહેધરી મળી ગઇ, સાંજ સુધીમાં પૈસા પણ મળી જશે. એણે દેશપાંડે અને પરાંજયે બન્નને રૂબરૂ મળવાનું નક્કી કર્યું એને વિચાર આવ્યો હું 50k વેરીશ પણ મને જે જોઇએ છે એવીજ માહિતી હશે ? એમાં કંઇક તારણ મળી જશે ? કાંબલે અને રાનડે સર મારાં ઉપર આટલો વિશ્વાસ મૂકીને પૈસા વેરી રહ્યાં છે હું સફળ તો થઇશ ને ? એણે નેગેટીવ વિચારો ખંખેરતાં વિચાર્યું મને સફળતા મળી છે અને મળશે. દેશપાંડે અને પરાંજયે બંન્ને જણાં ખૂબજ પ્રમાણિક છે. પોલીસ બેડામાં આવાં માણસો શોધ્યા નહીં જડે દેશાપાંડે પોલીસ કમિશ્નર ઓફીસમાં અને પરાંજયે LIB એમની સીક્યુરીટી ટીમમાં