પ્રગતિ ભાગ - 24

(31)
  • 2.9k
  • 1
  • 1.1k

" ઓફકોર્સ.....તને મારા સિવાય બીજુ કોણ ઓળખે છે.....! " પ્રગતિએ રજતની આંખોમાં જોઈને કહ્યું ને પછી આઈસ્ક્રીમની ટ્રે ઉઠાવીને ત્યાંથી જતી રહી..... આઈસ્ક્રીમ ખાઈને થોડીવાર મસ્તી મજાક કરી. રાત ઘણી થઈ ચૂકી હતી એટલે રજતએ રોહિત અને આયુને ત્યાં જ રોકી લીધા અને પ્રગતિ અને વિવેક બધાની વિદાય લઈને નીકળી ગયા..... સમય એની ગતિએ વિતતો જતો હતો. લગભગ એક મજબૂરીમાં જ બંધાયેલા સંબંધમાં પ્રગતિએ શ્વાસ પરોવવાનું કાર્ય ચાલુ જ રાખ્યું હતું. એની નાની મોટી કોશિશ વિવેકને હંમેશા ખુશ કરી દેતી પરંતુ વિવેકને એ પણ ધ્યાનમાં હતું કે પ્રગતિ જ્યારે રજત સાથે રહેતી ત્યારે