પ્રગતિ ભાગ - 23

(21)
  • 2.7k
  • 1
  • 1.3k

" આજે મળવાની છું હું રજતને....એવું ચોક્કસ કહીશ કે તને કોઈ યાદ કરી રહ્યું હતું....." પ્રગતિએ શ્રેયાની નજીક જઈ માત્ર એ બંનેને જ સંભળાય એ રીતે શ્રેયાની પીઠ થાબડીને કહ્યું. પછી સહેજ હસીને ત્યાંથી જતી રહી. શરમને મારે શ્રેયાનો ચહેરો લાલ થઈ ગયો...... ઓફિસની પાર્ટીમાં મોડું થઈ ચૂક્યું હતું એટલે પ્રગતિ અને વિવેક ત્યાંથી જ તૈયાર થઈને રજતના ઘરે જવા માટે નીકળ્યા.... રજતનું ઘર એટલું મોટું નહતું પરંતુ આધુનિક સુવિધાઓથી ભરપૂર હતું. પોતે ઘરમાં એક રસોઈ કરતા પ્રભુદાદા સાથે એ એકલો રહેતો હતો અને ઘરના બીજા કામો કરવા માટે દિવસના સમયે એક બાઈ