પ્રગતિ ભાગ - 22

(25)
  • 2.9k
  • 1.3k

" અચ્છા....અહીંયા સુધી....!? " સુમિત્રાના ચહેરા પર આશ્ચર્ય અને પ્રશ્ન બંને હતાં. " હવે કામ પત્યું હોય તો....સિધાવ....નાસ્તો કરીને મંદિરે જવાનું છે આપણે....." વિવેક ત્યાંથી ચાલતો થયો. પગફેરા સહિતની જુદી જુદી વિધિઓ પુરી કરતા કરતા આજે પ્રગતિને બંસલ મેન્શનમાં આવ્યાને પુરા આઠ દિવસ થઈ ચૂક્યા હતા. આ આઠ દિવસોમાં એને સુબોત ના સ્વભાવ તેમજ સુમિત્રાના વ્હાલનો પણ પરચો મળી ગયો હતો. સુમિત્રા એટલા તો સ્નેહાળ હતા કે એ ઘરમાં કામ કરતા દરેક કર્મચારીઓનો આદર કરતાં. ઘરના સભ્યોનું તો કંઈ ઠેકાણું હતું નહિ પરંતુ ઘરના કર્મચારીઓ રોજ બપોરે એક સાથે ડાઇનિંગ પર જમવા બેસતાં.