ગુલામ – 19 - છેલ્લો ભાગ

(108)
  • 4.4k
  • 9
  • 1.9k

ગુલામ – 19 લેખક – મેર મેહુલ ( અભયનો પત્ર અને ઉપસંહાર ) વરસાદનું જોર વધી રહ્યું હતું, પુરા ગુજરાતમાં સર્વત્ર મેઘમહેર થઈ હતી અને ત્યારબાદ અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાઈ હતી. પોરબંદર અને દ્વારકા જિલ્લામાં ઇંચને બદલે ફૂટમાં પાણી મપાવા લાગ્યા હતાં. ભાવનગર જિલ્લામાં તેની તુલનાએ ઓછો વરસાદ હતો પણ ભાલ પ્રદેશમાં હંમેશાની જેમ બધી નદીઓ બે કાંઠે વહેવા લાગી હતી. ભુપતભાઇ અને અભય વચ્ચે જે દિવસે બોલબાલી થઈ હતી તે દિવસથી ભુપતભાઇનું અભય તરફનું વર્તન વધુ ખરાબ થઈ ગયું હતું. તેઓએ વાતવાતમાં અભયને વડકા કરવા લાગ્યાં હતાં. પહેલાં કરતાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી તો પણ આ વખતે