માનવતાની મહેંક - 2 - છેલ્લો ભાગ

(13)
  • 2.9k
  • 1
  • 800

માનવતાની મહેંક (2) સાહેબને પાસે આવેલા જોઈ, સુથાર પણ પોતાનું કામ પડતું મૂકીને સાહેબ સામે લાગણીસભર નજરે તાકી રહ્યો. દિકરીએ પણ હાથમાં રહેલો રંધો બાજુ પર મૂકી દીધો. સાહેબ ખુશ થઇ એ દિકરી ના માથે હૂંફ થી તરબોળ હાથ મુકયો, અને જાણે ટોપલીમાંથી ગેલાબનાં ફુલ મલકાય એમ મલકાઈ ઊઠ્યા. સુથારનાં પરસેવાથી રેબઝેબ ચહેરે નજર માંડતા સાહેબ દિકરીને ઉદ્દેશી પુછ્યુ ; " બેટા ! તારૂં નામ શું છે ? " એક સાહેબને પોતાનામાં આટલો રસ દાખવતાં જોઈ દિકરી ખીલી ઉઠી અને તરત જ બોલી ; " જેસલ ! મારું નામ છે સાહેબ ! " " ખુબ જ સુંદર દિકરી ! તારૂં નામ તો અલગ જ પ્રકારનું છે હો ભાઈ ! " સાહેબ પ્રસંશા ની