આરુષિ હતાશ થઈને ત્યાં જ બેસી રહી... મનમાં એ જ વિચારો ઘુમરાયા કર્યા... અયાનનું ધ્યાન જતાં જ એ આરુષિને બોલાવવા માટે બૂમ પાડી... " ચલને... બધાં ગ્રુપ સેલ્ફી પાડે છે... તારે નથી આવવું...!!? " પણ આરુષિએ માત્ર ડોકું હલાવી ના પાડી દીધી... એટલે અયાન દોડતો એની પાસે આવ્યો... " શું થયું... !? શું કહેતા હતા... તારા પપ્પા...?" " કંઈ નહીં, બસ ક્યારે નીકળો છો એમ..." એટલામાં રીયા બોલાવવા માટે આવી..." ચાલો, હવે નીકળવાનું છે... " બધાં ટ્રાવેલમાં ગોઠવાઈ ગયા.. અને બસ અમદાવાદ તરફ રવાના થઈ... અયાન તો આરુષિનો હાથ પકડી ઊંઘી ગયો... અને આરુષિ એના ચહેરાને થોડીવાર સુધી નિહાળતી