લવ રિવેન્જ પ્રકરણ-40 “મારાં શરીર અને આત્માના જાણે ત્રણ ભાગ પડી ગયાં છે......! ત્રણ ભાગ પડી ગયાં છે…..!” લાવણ્યાનાં કાનમાં આરવનાં શબ્દોનાં પડઘા પડી રહ્યાં હતાં. સ્ટેશનેથી ઘરે આવીને લાવણ્યા બેડમાં સૂતી હતી. આખી રાત વીતવા આવી છતાંપણ લાવણ્યાને ઊંઘ નહોતી આવી. તેણી સામે આરવનાં કપાયેલાં પગનું એ દ્રશ્ય તરવરી રહ્યું હતું. વારેઘડીએ આરવનો એ માસૂમ ચેહરો તેની આંખ સામે તરવરી ઊઠતો અને લાવણ્યાની આંખ વહેવાં લાગતી. “હું તને હર્ટ નો’તી કરવાં માંગતી આરવ....!” બેડમાં બેઠાં થઈને લાવણ્યા ટૂંટિયુંવાળીને બેઠી “નો’તી કરવાં માંગતી.....!” “એકવાર.....બસ એકવાર તો મારી સાથે સરખી વાત કરતો....!” મોઢું હથેળીમાં દબાવીને