અંતિમ આશ્રમ - 10 - છેલ્લો ભાગ

(64)
  • 3.8k
  • 3
  • 1.5k

રાકેશ ઠક્કર પ્રકરણ-૧૦ સાધુ જીવનસ્ય એટલે કે જીવનકુમાર અને અલ્પના વચ્ચેના પ્રેમના મેળાપથી મન એટલું નિરાશ થયું હતું કે ઉજેશભાઇને લખેલું ફરી વખત વાંચવાની ઇચ્છા થતી ન હતી. એમાં વ્યાકરણની કે બીજી ભૂલો હશે એ 'જીવનલેખા' વાળા સુધારશે એમ વિચારી મન અને દિલને હળવું કરવા બહાર નીકળ્યા. જેવા બહાર નીકળ્યા કે પહેલી નજર અલ્પનાના આવાસ પર પડી. હવે એ એક સપ્તાહની જ મહેમાન છે. જીવનકુમાર સાથે નવું જીવન શરૂ કરશે. અલ્પના મારી દુઆ તારી સાથે છે. જીવનસ્ય બહુ સારા માણસ છે. એ મારા કરતાં તને વધારે સુખી રાખશે. એ મારા કરતાં વધારે ભલા માણસ છે. ઉજેશભાઇ મનમાં જ જીવનસ્યના વખાણ