આજે શહીદ દિને સમગ્ર દેશમા રેડિયોમાં કવિ પ્રદીપજી નું આ ગીત જરૂર વાગશે:' દે દી હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ !' એ સાવ સાચી વાત છે, કમાલની જ વાત છે કે કોઈપણ જાતના શસ્ત્રો ઉપાડયા વગર,હિંસાથી દૂર રહી અને માત્ર સત્ય અને દેશપ્રેમ ના હથિયાર વડે બ્રીટીશ સલ્તનતની બેડીમાંથી ખરેખર આપણને આઝાદી અપાવી એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સંસ્કારી શ્રદ્ધાળુ માતા પૂતળીબાઈ અને દરબારના વહીવટમાં વ્યસ્ત પિતા કરમચંદ ના પુત્ર બીજી ઓક્ટોબર 1869 માં પોરબંદરમાં જન્મ્યા હતા. તેમનું નામ મોહનદાસ પાડવામાં આવ્યું હતું. દેશની આઝાદી