સંકલ્પ - એક અતૂટ જોડાણ - 15

  • 3.9k
  • 1.2k

જેમ-જેમ એ લોકો પગથિયાં ચઢતા ગયા, તેમ-તેમ એમને જોનાર લોકોની નકારાત્મકતા વધી ગઈ. "આંટી ક્યારેય આગળ નહિ જઈ શકે." "ઉપર ચઢાણ બહુ ખરાબ છે" એ વાતો વચ્ચે શ્રુતિના પપ્પાના ભાઈબંધના ધર્મપત્ની શીલાકાકી ત્યાં જ બાજુમાં પગથિયાંની બેઠક પર બેસી ગયા. "હવે હું ઉપર નહિ જ ચઢી શકું." એ બાબત એમના મનમાં ઘર કરી ગઈ. એ ખૂબ જ ખરાબ અનુભવી રહ્યા હતા. એમની શ્રુતિ સાથે ઉપર જવાની જીદને કારણે હવે બધાને મોડું થયું. શીલાકાકીએ બધાને કહ્યું, "તમે બધા જઈ આવો. હું અહી જ બેસીસ." શ્રુતિએ એની મમ્મી સામે જોયું, એની મમ્મી શીલાકાકી પાસે આવી. એમના ખભા પર હાથ મૂકીને બોલ્યા, "જુઓ,