નિશફીકર હતી જીંદગી, આવી ચડી તું અનજાની, મોડે મોડે પામ્યો, આ સાલ મસ્તાની... હા બરાબર સમજ્યા છીએ, આ ૨૦૨૦ આપણી અપક્ષાઓ કરતાં કંઇક વધારે જ મહત્વ પામી ગયું આપણી જિંદગીમાં. આપણે બરાબર જાણીએ છીએ કે ૨૦૨૦ના પૂર્વાર્ધમાં નવા વર્ષના વધામણાં કરવા માટે આપણે સૌ કેવા હર્ષોલ્લાસ સાથે થનગનતા હતા. જાગતી આંખોમાં ઈઝ ઓફ લિવિંગના કેટલાંય સહજ સપનાઓ હતા. ક્યાં ખબર હતી કે જિંદગીમાં જેની આનંદ, ઉલ્લાસ, મજા, મોજ, જલસા જોડવા રાહ જોવાતી હતી તે ૨૦૨૦ જીવનમાં એક અલગ જ પ્રકરણ ઉમેરવા આવશે. ૨૦૨૦ એ તો આવતા વેંત જ પોતપોતાની મસ્ત જીંદગીમાં વ્યસ્ત રહેતા સૌને એક જ ઝાટકે પરાસ્ત કરી મૂક્યા. એવો વણાંક