હવે, તમે કહશો કે આ ભાઈ પત્રકાર છે ને એક શિક્ષક બની પત્ર કેમ લખી રહ્યા છે. પણ ભાઈ હું પત્રકાર તરીકે એક શિક્ષકની તેના વિદ્યાર્થીઓ માટેની વેદના વ્યક્ત કરવા જઈ રહ્યો છું. આ પત્ર લખવાનો વિચાર આવવા પાછળ એક સચોટ કારણ છે. આજે એક મિત્રને મળ્યો. તેની સાથે વાત માંથી વાત નીકળી તો મને કહે કે હું થોડાક દિવસ રજા પર જાઉં છું. મેં સ્વાભાવિક રીતે જ અમસ્તું પૂછ્યું કે વેકેશનમાં ફરવા જવાનું છે કે પછી પરિવારમાં કોઈ પ્રસંગ છે. તો મિત્રનો જવાબ સાંભળી હું પણ દંગ રહી ગયો. તેને મને કહ્યું કે, મારા છોકરાને આગામી વર્ષ 12મુ બોર્ડ