અમે બેંક વાળા - 20. કયામત દિન કોમ્પ્યુટરનો

  • 3.2k
  • 1
  • 1.4k

કયામત દિન કોમ્પ્યુટરનોવર્ષ 1999 અને 31 ડિસેમ્બર. હું બેંકનાં આઇટી ડિપાર્ટમેન્ટમાં હતો. મેઈન ફ્રેમ કોમ્પ્યુટર સેન્ટર જ્યાં ડ્રાફ્ટ વગેરેના ભારતભરના ડેટા પ્રોસેસ થાય અને પ્રોગ્રામ્સ પણ ઇનહાઉસ લખાય. એનું ટેસ્ટિંગ એ પણ જટિલ પ્રક્રિયા છે. હું એક એમસીએ એમબીએ યુવાન વિજયકુમાર વલ્લીયાની રાહબરી હેઠળ બેંકની ભારતભરની ડિપોઝીટની મેચ્યોરિટી બકેટ ને એવું પ્રોસેસ કરી અને એની ઉપરથી અમુક ચોક્કસ રિપોર્ટ જનરેટ કરવાનાં alman પેકેજ પર કામ કરી રહ્યો હતો.અમારાં કોમ્પ્યુટર 2 જીબીની હાર્ડ ડીસ્ક ધરાવતાં હતાં. અમને 4 જીબી નું આપ્યું જે અમારે માટે ઉપલબ્ધી હતી. આજે તો તમારા મોબાઇલની સ્ટોરેજ કેપેસિટી 32 જીબી હોય છે! મોટી, હથેળીથી પણ મોટી ફ્લોપી