ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-50

(137)
  • 6.2k
  • 7
  • 3.5k

ધ કોર્પોરેટ એવીલપ્રકરણ-50 નીલાંગી સવારે વહેલી ઉઠી ગઇ અને ઓફીસ જવાની તૈયારી કરવા લાગી ત્યાં આઇએ પૂછ્યું કેમ નીલો કાલે શું થયું હતું ? કંઇ બોલ્યા ચાલ્યા ખાધા વિના સીધી સૂઇ ગઇ ? બહારથી જમીને આવેલી ? પેલો નીલાંગ ઉતારી ગયો પછી પણ ડીસ્ટર્બ હતી ? તેં કાલે તમે લોકોએ ડ્રીંક લીધેલું ? તમારે ઝગડો થયો હતો ? આમેય એ નીલાંગ બહુ વધારે પડતો તારામાં ઇન્વોલ્વ થાય છે શું થયું હતું ? નોકરી તને એણે નથી અપાવી તારાં બાબાની ઓળખાણથી મળી છે શેનો ઝગડો કરેલો ? એને તારાં પર બહુ હાવી ના થવા દઇશ. તારી આટલી સારી જોબ મળી છે