અંગત ડાયરી - જૅન્ટલમેન

  • 4.3k
  • 1
  • 1.4k

અંગત ડાયરી ============શીર્ષક : જૅન્ટલમેન લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૨૪, જાન્યુઆરી ૨૦૨૧, રવિવારશું આપણે માત્ર પાત્રો છીએ? આપણી આસપાસ સુખના, દુઃખના, ઈમાનદારીના, બેઈમાનીના, પ્રેમના, જ્ઞાનના, નફરતના નાટકો ચાલ્યા કરે છે, આપણે જૂના પાત્રો જગ્યા ખાલી કરે એટલે ત્યાં ગોઠવાઈ જવાનું છે? સિરીયલોમાં જેમ કોઈ પાત્ર કોઈ કારણસર નીકળી જાય અને નવું પાત્ર તેનો રોલ ભજવવા આવી જાય એમ આપણે પણ શેરી, સોસાયટી, ઓફિસ કે સમાજમાં જીવતાં કોઈ પાત્રનું રિપ્લેસમેન્ટ માત્ર છીએ. જો ‘હા’ તો કોનું? સજ્જનનું કે દુર્જનનું? બદમાશનું કે ઈમાનદારનું? રાવણનું કે રામનું? આપણે કોનું રિપ્લેસમેન્ટ છીએ? ફિલ્મોમાં તો ચહેરા-મહોરાં પરથી પાત્ર પસંદગી થાય જયારે રીયલ લાઈફમાં વાણી,