પતિ પત્ની અને પ્રેત - ૧૩

(82)
  • 5.8k
  • 4
  • 3.1k

પતિ પત્ની અને પ્રેત- રાકેશ ઠક્કરપ્રકરણ- ૧૩જામગીરની વાતમાં રેતા અને રિલોકને રસ પડી રહ્યો હતો. બંને જામગીરની વાત મનોરંજન માટે સાંભળી રહ્યા ન હતા. તેમની વાત સાથે કઇ રીતે વિરેનની વાત સંકળાવાની છે એમાં વધારે રસ હતો. જામગીરે ડૉકટર ઝાલનના લગ્નની વાત શરૂ કરવાની સાથે એમ પણ કહ્યું કે એમને ખબર ન હતી કે લગ્નનો નિર્ણય કેવો ભારે પડવાનો છે. જામગીરે વાતને આગળ વધારી.ડૉ.ઝાલન હંસા સાથે લગ્ન કરવાનું નક્કી કરી ચૂક્યા હતા. આ વાત પુત્રી જયનાને કરવી કે નહીં એની મૂંઝવણમાં હતા. જયનાને સાચવવાની ખાતરી તો હંસા પાસેથી મેળવી લીધી હતી. બીજી તરફ જયના હંસાને મા તરીકે સ્વીકારશે કે નહીં