સ્ત્રીનો સંઘર્ષ - 10 - છેલ્લો ભાગ

(33)
  • 3k
  • 4
  • 1.4k

ભાગ-૧૦   હર્ષને કંપનીનાં કામથી મુંબઈ જવાનું થયું હતું. નિત્યાના લગ્નનાં બીજાં દિવસે હર્ષની કંપની શરૂ થવાની હતી. એટલે હર્ષને મુંબઈ જવું જરૂરી હતું. પણ પાર્થને જે માહિતી હાથ લાગી હતી. એ પાર્થ માટે હર્ષ સુધી પહોંચાડવી જરૂરી હતી. પાર્થ રોજ પંકજનો પીછો કરતો, ને હર્ષના આવવાની રાહ જોતો. હર્ષને ફોન પર કાંઈ કહી શકાય એમ ન હતું. હર્ષ ગુસ્સામાં આવીને કાંઈ આડાં અવળું કરી બેસે, ને હર્ષનાં પરિવાર કે કંપનીને કોઈ નુકશાન પહોંચે. એવું પાર્થ ઈચ્છતો ન હતો. એટલે તેણે હર્ષનાં આવવાની રાહ જોઈ.   દિવસો પછી દિવસો વિતતા ચાલ્યાં હતાં. નિત્યાના લગ્નને માત્ર પાંચ દિવસ જ બાકી રહ્યાં