લોકશાહીના રાજા - મતદાતા ચૂંટણી લોકશાહી નું પર્વ કહેવાય છે અને ભારતમાં દરેક નાગરિકને ૧૮ વર્ષે પુખ્ત વય મતાધિકાર મળે છે.જેનો ઉપયોગ દરેક મતદાતાએ કરવો જ જોઈએ. ઘણા લોકોને એમ થાય કે મારા એક મતથી શું ફરક થશે? પણ ખરેખર એક મત પણ વ્યક્તિને જીતાડવા અથવા હરાવવા માટે ખૂબ જ મહત્વનો રહે છે. જેમ કે સરદાર પટેલ કોર્પોરેશનમાં એક મતને કારણે ચૂંટણી હારી ગયા હતા તો એક મત વધુ મળવાથી હિટલર નાઝી પાર્ટીનું પ્રમુખ બન્યો હતો અને હિટલર યુગનો જન્મ થયો હતો. એક મત ઓછો મળવા ને કારણે અટલજીને સત્તા પક્ષમાં બેસવાને બદલે વિપક્ષમાં જવું પડ્યું હતું.આમ, એક