ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 11

(55)
  • 4.3k
  • 2
  • 1.1k

સૂર્ય આકાશમાં પોતાની અચળ ગતિથી આગળ વધી રહ્યો હતો. છુટાછવાયા વાદળાઓ સૂર્યની વિરુદ્ધ દિશામાં ઝડપથી દોડી રહ્યા હતા. દરિયા ઉપરથી આવી રહેલી હવાની ઠંડી લહેરો શરીરમાં નવો જ રોમાંચ ઉત્પન્ન કરી રહી હતી. એન્જેલા અને પીટર રોકી અને ફિડલ જ્યાં બેઠા હતા ત્યાં આવી પહોંચ્યા હતા. ફિડલ હજુ પણ પેગ્વિન પક્ષીઓને એકીટશે જોઈ રહ્યો હતો. ફિડલથી થોડેક દૂર રોકી દરિયામાં ઉછળી રહેલા મોજાઓ જોવામાં ગૂંથાયો હતો. "રોકી ફિડલ કેમ આટલો ઉદાસ છે ?? રોકી પાસે આવતા જ પીટરે ધીમા અવાજે પૂછ્યું. "એક જ કારણ છે જોન્સનનું મૃત્યુ એના કારણે એનું મનોબળ તૂટી ગયું છે.' રોકી પીટર સામે જોઈને બોલ્યો. જોન્સનનુ