મારો પાક્કો ભાઈબંધ વિકાસ

(11)
  • 3.5k
  • 1
  • 844

આજથી ૨૦ વરસ પહેલાંની વાત છે...હું જ્યારે મારા નાની ના ઘરે ગયો તો...જ્યાં ઉનાળામાં બધા મામા વેકેશન ગાળવા માટે આવ્યા તા ગામડે..મારા નાનીએ મને ખોળામાં બેસાડી ને મને મોહનથાળ ખવરાવતા હતા અને બધા મામા અને મામી સાથે ઓળખાણ કરાવી હું શરમાતાં શરમાતાં બધાય ના નામ બોલતો તોમને કંઈક અલગ જ અનુભૂતિ થતી હતીમને તો એકસાથે ૭ ભાઈઓ અને ૫ બેહનો મળી ગઈહું બહુંજ ખુશ હતોએમાંય હું ખાવા બેસું તો મારા નાની બધા મામીને કહે મારા ભાણીયા ને વધારે આપજો મીઠાઈ આપજો અને મારા માથા પર હાથ ફેરવીને કહે શાંતિથી ખાઈ લે....મારી બાજુ માં બેસી ને મને ખવરાવે થાળીમાં પડ્યું હોય એ માંડ માંડ પૂરું કરું ત્યારે