Part - 10 દિપક ઘણો જ ઉદાસ અને નિરાશ થઈ જાય છે.એક બાજુ ધંધાનું ટેન્શન, એક બાજુ નેહાની પરેશાની,પપ્પાની બીમારી.બધી જ બાજુથી દિપક ઘેરાયેલો છે.દિપક હવે ખૂબ જ કંટાળો અનુભવે છે. અઠવાડિયાથી મોના અને મનન ટ્યુશનમાં ન આવતાં હોવાથી પ્રીતિ ફોન કરવાનું વિચારે છે.પ્રીતિ નેહાને કૉલ કરે છે.નેહા ફોન લેતી નથી.પ્રીતિ બે-ત્રણ વાર ટ્રાય કરે છે.પણ નેહા જોડે કોન્ટેક થઈ શક્તો નથી. નેહા ફોન ઉપાડતી ન હોવાથી પ્રીતિ દિપકને ફોન કરે છે. "હૅલો." "હૅલો દિપક, મોના અને મનન અઠવાડિયાંથી ટ્યુશનમાં આવતાં નથી." "હા ,એ લોકો નાનીનાં ઘરે જરાં રોકાવા ગયાં છે." "નેહા ફોન ઉપાડતી નથી."