મસાઈઓના જંગલો તરફ. મેસો નદીની અધવચ્ચે આફત. ****************** વહેલી સવારે રોબર્ટની આંખો ખૂલી. એણે આજુબાજુ જોયું તો ગર્ગ અને જ્હોન ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા. થોડેક દૂર જોયું તો એમના સામાનનો એક થેલો ચીંથરાયેલી હાલતમાં પડ્યો હતો. એમની સાથે જે ખાવાનો સામાન હતો એ આજુબાજુ વેરાયેલો પડ્યો હતો. આ લોકો આખી રાત ઊંઘમાં હતા અને એક બાજુ જંગલી કુતરાઓએ એમનો થેલો ફાડીને અંદરથી ખાવાની ચીજ વસ્તુઓ ખાઈ ગયા હતા. થોડેક દૂર રોબર્ટની રાઇફલ ધૂળમાં પડી હતી. જ્હોનની રિવોલ્વર પણ એજ હાલતમાં બાજુમાં જ પડી હતી. રાઇફલ અને રિવોલ્વરને આ હાલતમાં પડી જોઈને રોબર્ટને જ્હોન અને ગર્ગ ઉપર ગુસ્સો આવ્યો. "કેટલા બેદરકાર