ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 4

(54)
  • 4.8k
  • 2
  • 1.6k

રોબર્ટ, મેરી, જ્હોન અને ગર્ગ ઝડપથી ચંદ્રની ચાંદનીના અજવાળામાં પહાડી વિસ્તાર તરફ આગળ વધી રહ્યાં હતા. કારણ કે પાછળ એમને માઈકલ અને એના સાથીદારો પકડી પાડશે તો ખોટી મુશ્કેલીઓ ઉભી થશે એનો ભય સતાવી રહ્યો હતો. "મેરી મને બહુ તરસ લાગી છે. અહીંયા આજુબાજુ ક્યાંય પાણી મળશે ? રોબર્ટે ચાલતા ચાલતા મેરીને પૂછ્યું. "હા મળી રહેશે પણ એ માટે આપણે હજુ થોડુંક ચાલવું પડશે.! પછી આગળ પહાડીના ઝરણાઓ મળી જ રહેશે. ત્યાં આપણી તરસ છીપશે.' મેરીએ રોબર્ટને માહિતી આપતા કહ્યું. માઈકલ જયારે મેરીને આ ઝૂંપડીમાં કેદ કરવા માટે લઈ આવ્યો હતો ત્યારે મેરી અને માઈકલ પહાડીના ઝરણાઓ પાસેથી પસાર થયા હતા. મેરીને